વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને રાજ્ય કાર્યાધ્યક્ષનો ભવ્ય વિદાય સન્માન સમારંભ.
વલસાડ જિલ્લામાં આજ રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગોકુળભાઈ પટેલ તથા તેમની ધર્મપત્ની અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ શ્રીમતી ગંગાબેન પટેલના વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય અને સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ બંનેના શિક્ષણક્ષેત્રે આપેલા નોંધપાત્ર, સમર્પિત અને પ્રેરણાદાયી યોગદાનને ઊંચી કક્ષાએ બિરદાવ્યું હતું. સાથે જ તેમના નિવૃત્તિ બાદના જીવન માટે તંદુરસ્ત, આનંદમય અને પ્રવૃત્તિપૂર્ણ જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રીશ્રી જૈમીનભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, કોષાધ્યક્ષશ્રી ચંદ્રકાંત ગાયકવાડ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશકુમાર ટંડેલ, વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ભરતભાઈ થોરાત, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ સહિત અનેક આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો અને સારસ્વત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભ ભાવભીની વિદાય, સન્માન અને આદરના ઊષ્માભર્યા માહોલમાં યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌએ ગોકુળભાઈ પટેલ અને ગંગાબેન પટેલના અમૂલ્ય યોગદાનને યાદગાર ગણાવ્યું.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી બંનેને નિવૃત્તિ બાદનું જીવન સુખમય, સ્વસ્થ અને સક્રિય રીતે વ્યતીત થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.













Comments
Post a Comment