નવસારીની આરવી રાઠોડે રાજ્ય સ્તરની વાર્તાકથન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

 નવસારીની આરવી રાઠોડે રાજ્ય સ્તરની વાર્તાકથન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

રાજ્ય શિક્ષણ વિભાગ તથા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગર પ્રેરિત રાજ્ય કક્ષાનો વાર્તા કથન અને વાર્તા નિર્માણ કાર્યક્રમ 2026 અંતર્ગત આયોજિત સ્પર્ધામાં નવસારી જિલ્લાના વિદ્યાર્થીએ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

નિપુણ ભારત મિશન હેઠળ યોજાયેલ ફાઉન્ડેશનલ સ્ટેજ વાર્તાકથન સ્પર્ધામાં નવસારી જિલ્લાના નવસારી તાલુકાના મોલધરા ગામે આવેલ મોલધરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરવી ઇન્દ્રવદનભાઈ રાઠોડએ સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.

આ સિદ્ધિથી નવસારી જિલ્લો, મોલધરા ગામ તેમજ મોલધરા પ્રાથમિક શાળાનું નામ સમગ્ર ગુજરાતમાં ગૌરવ સાથે ઉજ્જવળ બન્યું છે.

આરવીબેનને આ ભવ્ય સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે તેમજ ભવિષ્યમાં પણ તેઓ વધુ ઉત્તમ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ દીકરી આરવીને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.


[Navsari,

Moldhara Primary School,

Arvi Rathod

Storytelling Competition 2026,

GCERT Gandhinagar,

Nipun Bharat Mission,

Primary Education Gujarat,

Navsari District,

Student Achievement,

Education News Gujarat,

Ajuvendra patel njpss, Hitesh Patel njpss, Bhavesh Tandel njpss, Chandrakant Gayakvad njpss,Chandresh Patel njpss, Dharmesh Patel njps , sb njpss Media handler Navsari News]


#Navsari

#Moldhara

#ArviRathod

#StorytellingCompetition

#GCERT

#NipunBharat

#EducationGujarat

#StudentAchievement

#ProudMoment

#GujaratEducation

#BalShikshan

#FoundationStage

#YoungTalent

#NavsariDistrict

#SchoolSuccess

#njpssnavsari #navsari #navsaridistrict #ajuvendrapatelnjpss #hiteshpatelnjpss #chandreshpatelnjpss #chandrakantgayakvadnjpss #sbnjpssmediahandler #dharmeshpatelnjpss #bhaveshtandelnjpss #njpssnavsariofficial

Comments