રાનકુવા વિદ્યાર્થિની અવની પટેલે રાજ્ય કક્ષા કલા મહાકુંભમાં તબલાવાદનમાં તૃતીય સ્થાન મેળવ્યું 🎶
શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર, રાનકુવા ની પ્રતિભાશાળી વિદ્યાર્થિની અવની રાજેશકુમાર પટેલે રાજ્ય કક્ષા કલા મહાકુંભ 2025–26 અંતર્ગત તબલાવાદન (6 થી 14 વર્ષ વય જૂથ) માં તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળા, ગામ તથા નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ માટે માર્ગદર્શક શિક્ષકો અને માતા–પિતાનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે.
આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી અવની પટેલને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 🌸👏

Comments
Post a Comment