વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન સમારોહ યોજાયો
વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત સન્માન સમારોહ અને કારોબારી સભામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રી શ્રી હિતેશભાઈ તથા ખજાનચી શ્રી ભાવેશભાઈની ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન વાંસદા બહેનોની ક્રિકેટ ટીમના ચેમ્પિયન ખેલાડીઓ તેમજ રનર્સ અપ બનેલી ભાઈઓની ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ ઉપરાંત તાલુકામાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા સંઘના હોદ્દેદારોએ શિક્ષકોને સંગઠનની સાથે એકતામાં રહેવા અપીલ કરી હતી તેમજ શિક્ષકોના પ્રશ્નોને અગ્રતા આપી તેના ઝડપી નિવારણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેવાની ખાતરી આપી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો.








Comments
Post a Comment