ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ડીસા ખાતે શાળા અને તાલીમ વર્ગની મુલાકાત

 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ડીસા ખાતે શાળા અને તાલીમ વર્ગની મુલાકાત

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રીશ્રી જૈમિનભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સંજયભાઈ દવેની વિરપુર પ્રાથમિક શાળા, ડીસા ખાતે શુભેચ્છા મુલાકાત લીધી. આ દરમિયાન તેઓએ ડીસાની દિશા પ્રાથમિક શાળામાં યોજાયેલા આચાર્યશ્રીઓના તાલીમ વર્ગની પણ મુલાકાત કરી. તાલીમમાં શૈક્ષણિક ક્ષેત્રના વર્તમાન પ્રવાહો, આચાર્યશ્રીઓના પડતર પ્રશ્નો તથા શિક્ષક સંગઠનને વધુ મજબૂત બનાવવાની બાબતે રચનાત્મક ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે ડીસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી શાંતિભાઈ દેસાઈ, મુકેશભાઈ દવે, રાણાજી માળી, દેવેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના હોદ્દેદારોએ મહેમાનોનું સન્માન કર્યું હતું.







Comments