નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
તારીખ 6, 7 ડિસેમ્બર 2025 દરમ્યાન ચીખલી તાલુકાના સોલધરા, ગોલવાડ અને કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ફાઈનલ મેચમાં ચીખલી તાલુકો ચેમ્પિયન બન્યો જ્યારે વાંસદા તાલુકો રનર્સ અપ બન્યો હતો.
વિજેતા ટીમને NJPSS NAVSARIના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં NJPSS NAVSARI ના પૂર્વ પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, હાલના પ્રમુખશ્રી અજુવેન્દ્ર પટેલ, મહામંત્રીશ્રી/ પ્રમુખશ્રી ચીખલી હિતેશકુમાર પટેલ, કોષાધ્યક્ષ ચંદ્રકાંતભાઈ ગાયકવાડ, ઉપપ્રમુખશ્રી ચંદ્રેશકુમારપટેલ, ખજાનચીશ્રી ભાવેશકુમાર ટંડેલ, સહમંત્રીશ્રી ધર્મેશકુમાર પટેલ સહિત ઘટક સંઘના પ્રમુખોમાં હેમંતસિંહ ચૌહાણ( નવસારી), કલ્પેશકુમાર ટંડેલ(ગણદેવી), દિવ્યેશકુમાર ચૌહાણ (ખેરગામ), નિલેશકુમાર પટેલ (જલાલપોર), ભરતભાઈ થોરાટ (વાંસદા) સહિત તમામ તાલુકા ઘટક સંઘના હોદ્દેદારો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


















Comments
Post a Comment