નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સંકલન સમિતિની મહત્વની બેઠક ગણદેવી ખાતે યોજાઈ.
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સમિતિની મહત્વની બેઠક ૪ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવારે સાંજે ૫:30 વાગ્યે ગણદેવી ટીયર્સ સોસાયટી ખાતે પ્રમુખ અજુવેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ. જૂની પેન્શન યોજના અમલ બદલ રાજ્ય સંઘનો આભાર માની તેમના પ્રયાસોની કદર કરવા તથા સ્વૈચ્છિક ફાળો આપવાનો નિર્ણય લેવાયો. આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫ અને NTPL ટુર્નામેન્ટમાં સહયોગ, રાજ્ય સંઘને લવાજમ ચેક મોકલવો તેમજ બંધારણ સુધારા માટે ડ્રાફટ તૈયાર કરવા જેવા મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ. તમામ તાલુકા પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક હિતના અનેક મહત્વના નિર્ણયો લેવાયા.

Comments
Post a Comment