દક્ષિણ ગુજરાત ઝોન કલામહાકુંભમાં રાસ–ગરબામાં ગણદેવી તાલુકાની શાળાઓની ગૌરવસભર સિદ્ધિ

 

દક્ષિણ ગુજરાત ઝોન કલામહાકુંભમાં રાસ–ગરબામાં શાળાઓની ગૌરવસભર સિદ્ધિ

દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાના કલામહાકુંભ સ્પર્ધામાં પ્રાથમિક સરીસ્ટેશન કુમાર શાળાએ રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. તે સાથે પ્રાથમિક શાળા બીગરીએ ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. બંને શાળાઓના વિદ્યાર્થીઓએ કલાત્મકતા, તાલ-લય અને સંકલનથી સૌને પ્રભાવિત કર્યા. આ સફળતાથી શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ છે તથા દક્ષિણ ઝોનનું નામ ઉજળું બન્યું છે.



Comments