શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠતાને વંદન: ૨૬મું ચિત્રકૂટ પારિતોષિક

 મકરસંક્રાંતિ નિમિત્તે તલગાજરડાના ચિત્રકૂટ ધામ ખાતે ગુજરાત સરકાર દ્વારા પસંદ કરાયેલા રાજ્યના ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોને ૨૬મા ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન પૂ. મોરારીબાપુના હસ્તે આપવામાં આવ્યું. પારિતોષિકમાં શાલ, રામનામી, પ્રશસ્તિપત્ર, સૂત્રમાળા તથા રૂ.૨૫,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં રાજ્યના માનનીય કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા સીતારામ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી. દક્ષિણ ગુજરાતમાંથી વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાના શિક્ષકોને ગૌરવ મળ્યું.





































































Comments